Tue. Apr 14th, 2026

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા પુતિન અને નેતન્યાહૂ પણ નિરાશ, જાણો કોણે શું કહ્યું

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા પુતિન અને નેતન્યાહૂ પણ નિરાશ, જાણો કોણે શું કહ્યું
Views: 27
0 0

Read Time:1 Minute, 30 Second

Nobel Peace Prize 2025: આજે નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત થઈ. વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનો નોબેલ એનાયત કરાયો. અમેરિકાના પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ પુરસ્કાર માટે તલપાપડ થઈ રહ્યા છે. પાકિસ્તાન અને ઈઝરાયલ જેવા દેશોએ ખૂલીને કહ્યું હતું કે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ આ પુરસ્કાર માંગી રહ્યા હતા. જોકે નોબેલ સમિતિએ ટ્રમ્પની આશા પર પાણી ફેરવ્યું. જે બાદ ઈઝરાયલ અને રશિયાએ મોટું નિવેદન આપ્યું છે.  ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા રશિયા અને ઈઝરાયલે પણ નિરાશા વ્યક્ત કરી છે. એક તરફ જ્યાં રશિયાના પુતિને કહ્યું છે કે ટ્રમ્પ શાંતિ માટે ઘણા કામ કરી રહ્યા છે, જેમાં મિડલ ઈસ્ટમાં સીઝફાયર પ્રમુખ છે. જોકે પુતિને એમ પણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ નોબેલના હકદાર છે કે નહીં તે નક્કી કરવાનું કામ મારુ નથી. પુતિને કહ્યું કે જો ગાઝામાં શાંતિ પ્રયાસો સફળ થાય તો તે ખરેખર મોટી ઉપલબ્ધિ કહેવાય. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Related Post

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *